Kisan Drone Sahay Yojana: ડ્રોન દ્વારા દવા છંટકાવ માટે આર્થિક સહાય, જાણો અરજી કઈ રીતે કરવી !
Kisan Drone Sahay Yojana: ડ્રોન દ્વારા દવા છંટકાવ માટે આર્થિક સહાય, જાણો અરજી કઈ રીતે કરવી !
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ! Kisan Drone Scheme 2025 mujab હવે ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા પર મળશે ખર્ચના 90% સુધીની નાણાકીય સહાય. લાયકાત, મળવાપાત્ર લાભ અને ઓનલાઈન અરજીની સાદી રીત જાણો. ખેતીને બનાવો જોખમ મુક્ત અને આધુનિક !
આજના સમયમાં યુગમાં ખેતીવાડીમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો છે. ડ્રોન હવે ફક્ત ફોટોગ્રાફી પૂરતું સીમિત નથી, પરંતુ ખેતરોમાં પણ ક્રાંતિ લાવી રહ્યું છે. રાજ્ય સરકારની એક એવી જ મહત્વની સ્કીમ છે, જેનું નામ છે Kisan Drone Scheme 2025. આ સ્કીમ મુજબ ખેડૂતોને ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા માટે મોટી નાણાકીય મદદ મળે છે. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવાતી આ અનોખી યોજના વિશે આજે વિગતવાર જાણકારી મેળવીશું.
- યોજનાનું નામ - Kisan Drone Yojana 2025
- સહાયનો પ્રકાર - ડ્રોન દ્વારા દવા છંટકાવ માટે નાણાકીય સહાય
- મળવાપાત્ર- લાભ ખર્ચના 90% અથવા ₹500/એકર (જે ઓછું હોય)
- અરજી પ્રક્રિયા - i-khedut સાઇટ પર ઓનલાઇન
- હેતુ- ખેતીને આધુનિક અને જોખમ મુક્ત બનાવવી
ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજનાનો મુખ્ય હેતુ શું છે?
આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને આધુનિક ડ્રોન ટેક્નોલૉજી થી માહિતગાર કરવાનો છે. વર્ષોથી ખેડૂતો દવા છંટકાવ કરતી વખતે અનેક પ્રકારના જોખમો ઉઠાવતા આવ્યા છે, જેમાં ઝેરી દવાઓની અસર હેલ્થ પર થવી સામાન્ય વાત છે. Kisan Drone Scheme 2025 દ્વારા ખેડૂત ભાઈઓ કોઈપણ જાતના જોખમ વગર, ઓછા સમયમાં અને અસરકારક રીતે પાક પર જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકે, જેથી પાકની ઉપજ વધે અને શ્રમ પણ ઘટે.
Kisan Drone Scheme મુજબ કેટલી સહાય મળશે?
ખેડૂતની આવક ડબલ કરવાના લક્ષ્ય સાથે સરકારે આ યોજનામાં ખૂબ જ સારી સહાય જાહેર કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ એકર, પ્રતિ છંટકાવ માટે કુલ ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂપિયા.500/- (બે માંથી જે રકમ ઓછી હશે) તે મળવાપાત્ર થશે. વળી, એક ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ પાંચ એકર અને પાંચ છંટકાવની મર્યાદામાં આ મદદ મેળવી શકાય છે.
કોણ લાભ લઈ શકે છે? (પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ)
ડ્રોનથી દવા છંટકાવ સહાય મેળવવા માટે નીચેની મુખ્ય પાત્રતાઓ અને ડોક્યુમેન્ટ્સ જરૂરી છે:
પાત્રતા: અરજી કરનાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ. નાના, સીમાંત કે મોટા, તમામ પ્રકારના ખેડૂતો લાભ લઈ શકે છે. ખેડૂતનું પોતાનું જમીન રેકોર્ડ (7/12, 8-અ) હોવું અનિવાર્ય છે.
મુખ્ય ડોક્યુમેન્ટ્સ: આધારકાર્ડ, રેશનકાર્ડ, 7/12 અને 8-અ જમીનની નકલ, બેંક પાસબુકની ઝેરોક્ષ, ફોન નંબર. (જો લાગુ પડતું હોય તો જાતિનું સર્ટિફિકેટ અથવા દિવ્યાંગતાનું સર્ટિફિકેટ પણ જોઈએ).
પીએમ ડ્રોન યોજનામાં અરજી કેવી રીતે કરવી? (Online Process)
જો તમે આ સ્કીમનો લાભ લેવા માંગતા હોવ, તો તમારે i-khedut સાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- સૌ પહેલા, તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં “ikhedut” લખીને સર્ચ કરો અને તેની ઓફિસિયલ સાઇટ ખોલો.
- વેબસાઇટ પર મેનુમાં “Scheme” પર ક્લિક કર્યા બાદ “ખેતીવાડીની યોજનાઓ” માં જાઓ.
- ત્યાં તમને “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત)” વિભાગમાં ડ્રોનથી દવા છંટકાવ સહાય સ્કીમ દેખાશે, તેના પર “અરજી કરો” બટન પર ક્લિક કરો.
- તમામ માગ્યા મુજબની માહિતી ભરીને ફોર્મ સેવ કરો અને અરજી કોન્ફોર્મ કરો.
- કોન્ફોર્મ થયા બાદ પ્રિન્ટ કાઢીને સહી કરેલ અરજીપત્રક જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ગ્રામસેવક અથવા તાલુકા અમલીકરણ અધિકારીશ્રીને જમા કરાવવું.
આમ, Kisan Drone Scheme 2025 ગુજરાતના ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ સ્કીમ દ્વારા ખેતીને આધુનિક બનાવીને વધુ આવક મેળવવાનો આ સુવર્ણ તક છે, જે ગુજરાત સરકાર તરફથી મળેલી એક મોટી મદદ છે.

0 Response to "Kisan Drone Sahay Yojana: ડ્રોન દ્વારા દવા છંટકાવ માટે આર્થિક સહાય, જાણો અરજી કઈ રીતે કરવી !"
ટિપ્પણી પોસ્ટ કરો