પૂર્ણા યોજના વિષે સંપૂર્ણ માહિતી | કિશોરી બહેનો માટેની યોજના | જાણો કેવા પ્રકારની સહાય મળશે

ગુજરાતની દસ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત | કિશોરીઓ માટે પૂર્ણા યોજના - વિસ્તૃત માહિતી 

પૂર્ણા યોજના વિષે સંપૂર્ણ માહિતી  | બહેનો માટેની યોજના | જાણો કેવા પ્રકારની સહાય મળશે 

રાજ્ય સરકારની પૂર્ણા યોજના અંતર્ગત 16 થી 18 વર્ષની કિશોરીઓને પોષણ, આરોગ્ય સેવાઓ અને વ્યવસાયિક તાલીમ મળી રહી છે. દર મહિને “પૂર્ણા દિવસ” ઉજવાય છે જેમાં કિશોરીઓને ટેક હોમ રાશન,  કૃમિનાશક ટેબ્લેટ્સ, આયર્ન-ફોલિક એસિડ ગોળીઓ અને હિમોગ્લોબીન (એચબી) ચકાસણીની સુવિધા મળે છે.

પૂર્ણા દિવસ સંકલિત બાળ વિકાસ યોજના pdf આંગણવાડી માં મળતા લાભ pdf પૂર્ણ શક્તિ યોજના આંગણવાડી યોજનાઓ આંગણવાડી માં મળતા લાભ 2024 આંગણવાડી ફરિયાદ નંબર ICDS Gujarat

પૂર્ણા યોજના / કિશોરી બહેનો માટેની યોજના 

  • યોજના નામ - પૂર્ણા સ્કીમ – Prevention of Under Nutrition and Reduction in Nutritional Anaemia
  • શરૂ થયેલ વર્ષ - ગુજરાત સરકારી ભરતીપોષણ પૂરક ઉત્પાદનો 2018
  • લાભાર્થીઓ - આશરે દસ લાખ કિશોરીઓ (સોળ થી અઢાર વર્ષની)
  • પૂર્ણા દિવસ - દર મહિને ચોથા મંગળવારે
  • આપવામાં આવતી સહાય - ટેક હોમ રાશન (ચાર  પેકેટ), આયર્ન-ફોલિક એસિડ ગોળીઓ, કૃમિનાશક ટેબ્લેટ્સ
  • શારીરિક ચકાસણી - દર ત્રણ મહિને હિમોગ્લોબીન, નિયમિત વજન-ઉંચાઈ માપણી
  • તાલીમ - જીવન કૌશલ્ય તાલીમ, જાહેર સ્થળોની મુલાકાત, વ્યવસાયિક તાલીમ
  • બજેટ 2025-26 - રૂપિયા.335.40 કરોડ મંજૂર

પૂર્ણા દિવસની ખાસિયતો

  1. દર મહિને ચોથા મંગળવારે ગુજરાતમાં “પૂર્ણા દિવસ” ઉજવાય છે.
  2. કિશોરીઓને ટેક હોમ રાશન (THR)ના ચાર પેકેટ આપવામાં આવે છે.
  3. આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ નિશુલ્ક આપવામાં આવે છે.
  4. દર ત્રણ મહિને હિમોગ્લોબીનનું સ્તર ચકાસાય છે.
  5. વર્ષમાં 02 વખત (ઓગસ્ટ અને ફેબ્રુઆરી) કૃમિનાશક ગોળીઓ આપવામાં આવે છે.

પોષણ ઉપરાંતની સેવાઓ

  • પૂર્ણા યોજના ફાક્ત પોષણ પૂરું પાડવામાં જ સીમિત નથી પરંતુ બહેનોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે.પોષણ પૂરક ઉત્પાદનો
  • દર મહિને જીવન કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે જેથી કિશોરીઓ આત્મવિશ્વાસી અને સ્વતંત્ર બને.
  • શાળાએ ન જતી સોળ થી અઢાર વર્ષની કિશોરીઓને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.
  • આંગણવાડી કેન્દ્રોમાં નિયમિત આરોગ્ય તપાસ થાય છે અને જરૂરીયાત મુજબ મફત સારવાર માટે રીફરલ આપવામાં આવે છે.
  • કિશોરીઓને પુનઃશાળા પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેમનું શિક્ષણ ચાલુ રહી શકે.

સરકારની પ્રતિબદ્ધતા

રાજ્ય સરકાર આ સ્કીમ માટે ગંભીર પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષ 2025-26 માટે રૂપિયા . 335.40 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે જે કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને મજબૂત બનાવવા માટેનો સરકારનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે.

FAQs – પૂર્ણા યોજના (કિશોરી બહેનો માટેની યોજના)

પ્રશ્ન1. પૂર્ણા યોજનાથી કોને કોને લાભ મળે છે?

  • ઉતર. સોળ થી અઢારવર્ષની શાળાએ જતી અને ન જતી તમામ કિશોરીઓને.

પ્રશ્ન2. પૂર્ણા દિવસ ક્યારે ઉજવાય છે ??

  • ઉતર. દર મહિને ચોથા મંગળવારે.

પ્રશ્ન3. પૂર્ણા દિવસના દિવસે શું મળે છે ??

  • ઉતર. ટેક હોમ રાશન (ચાર પેકેટ), કૃમિનાશક ટેબ્લેટ્સઆયર્ન-ફોલિક એસિડ ગોળીઓ,અને હિમોગ્લોબીન ચકાસણી.

પ્રશ્ન4. શાળાએ ન જતી બહનો માટે કઈ ખાસ વ્યવસ્થા છે?

  • ઉતર. કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે વ્યવસાયિક તાલીમ અપાય છે અને પુનઃશાળા પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

0 Response to "પૂર્ણા યોજના વિષે સંપૂર્ણ માહિતી | કિશોરી બહેનો માટેની યોજના | જાણો કેવા પ્રકારની સહાય મળશે "

ટિપ્પણી પોસ્ટ કરો