દૂધ સંજીવની યોજના ગુજરાત 2025– ગુજરાતનાં ભવિષ્યને મળ્યું શક્તિ અમૃત પોષણ

દૂધ સંજીવની યોજના ગુજરાત  2025– શિશુઓ માટે પોષણ અને સ્વાસ્થ્યની સરકારી સ્કીમ 

ગુજરાતનાં ભવિષ્યને મળ્યું શક્તિ અમૃત પોષણ | Dudh Sanjivani Yojana in Gujarat

રાજ્ય સરકારની દૂધ સંજીવની સ્કીમ 2025 અંતર્ગત 9.75 લાખથી વધુ શિશુઓ અને માતાઓને પોષણયુક્ત દૂધનો લાભ મળી રહ્યો છે. જાણો સંપૂર્ણ માહિતી , લાભ, બજેટ અને હેતુ Dudh Sanjivani Yojana in Gujarat Dudh sanjivani yojana pdf Gujarat Health Schemes Vanbandhu Kalyan Yojana Commissioner Tribal Development Gujarat

રાજ્ય સરકાર હંમેશાં રાજ્યના બાળકો અને માતાઓના આરોગ્યને પ્રાથમિકતા આપતી આવી છે. એ જ દિશામાં એક જરૂરી પહેલ છે દૂધ સંજીવની સ્કીમ. આ સ્કીમ  ખાસ કરીને આદિજાતિ અને ગરીબ વિસ્તારોના બાળકોને સુપોષિત માટે અમલમાં લાવવામાં આવી છે. આજના સમયમાં કુપોષણ એક ગંભીર સમસ્યા છે, અને જો બાળકોને બાળપણથી જ પૂરતું પોષણ નહીં મળે તો તેમનું શારીરિક તેમજ માનસિક વિકાસ અધૂરું રહી જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે આ સ્કીમની  શરૂઆત કરી છે.

દૂધ સંજીવની યોજના 2025 ગુજરાત     

મુદ્દાઓ અને વિગતો

  • યોજનાનું નામ - દૂધ સંજીવની યોજના (Doodh Sanjivani Yojana)
  • શરૂ કરનાર - ગુજરાત સરકાર
  • લાભાર્થીઓ - 6 માસથી 6 વર્ષના બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ
  • વિતરણ - આંગણવાડી કેન્દ્રો મારફતે
  • અત્યાર સુધીના લાભાર્થીઓ - 9,75,103 બાળકો
  • અમલમાં આવેલા જિલ્લાઓ - 20 જિલ્લાઓના 141 ઘટકો
  • બજેટ જોગવાઈ 2025-26:- રૂ. 133.26 કરોડ

દૂધ સંજીવની યોજના 2025 નો હેતુ 

દૂધ સંજીવની યોજનાનો મુખ્ય ઉદેશ્ય બાળકોને જરૂરી પોષણ પૂરું પાડીને તેમને કુપોષણથી બચાવવાનો છે. ગરીબ પરિવારોમાં ઘણી વાર બાળકોને રોજિંદા આહારમાં પૂરતું પોષક ખોરાક મળતું નથી. આ યોજના મુજબ    રાજ્ય સરકાર આંગણવાડી કેન્દ્રો મારફતે દૂધનું નિયમિત વિતરણ કરે છે. દૂધમાં રહેલા કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ બાળકોને મજબૂત બનાવે છે અને તેમની અભ્યાસ ક્ષમતા પણ વધારવામાં મદદરૂપ થાય છે.

લાભાર્થીઓ અને લાભ  / દૂધ સંજીવની યોજના ગુજરાત 2025– 

આ યોજનાથી અત્યાર સુધીમાં 9,75,103 બાળકોને સીધો લાભ મળ્યો છે. આ બાળકો મુખ્યત્વે આદિજાતિ તથા ગરીબ પરિવારોના છે.

6 માસથી 6 વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ 100 મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.

સગર્ભા અને ધાત્રી માતાઓને 6 માસ સુધી દર અઠવાડિયામાં બે દિવસ (બુધવાર અને શુક્રવાર) 200 મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.

આ રીતે ફક્ત બાળકો જ નહીં પરંતુ માતાઓને પણ આ સ્કીમનો સીધો ફાયદો મળે છે. ગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમિયાન યોગ્ય પોષણ મળવાથી માતા અને બાળક બંને તંદુરસ્ત રહે છે.

યોજનાનો વિસ્તાર

દૂધ સંજીવની યોજના ગુજરાત હાલમાં 20 જિલ્લાના કુલ 141 ઘટકોમાં કાર્યરત છે. તેમાં 105 આદિજાતિ ઘટકો અને 36 વિકાસશીલ ઘટકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાથી સરકાર ખાસ ધ્યાન આપે છે.

બજેટ જોગવાઈ વિગતો 

રાજ્ય સરકારે આ સ્કીમની અસરકારક અમલવારી માટે વર્ષ 2025-26 માટે રૂપિયા . 133.26 કરોડની જોગવાઈ કરી છે. આ મોટું બજેટ ફાળવીને સરકાર સુનિશ્ચિત કરે છે કે વધુમાં વધુ બાળકો અને માતાઓ સુધી પોષણયુક્ત દૂધ પહોંચે અને કોઈપણ લાભાર્થી વંચિત ન રહે.

યોજનાના ફાયદા

  • બાળકોનું શારીરિક વિકાસ :– દૂધમાં રહેલા પોષક તત્ત્વો બાળકોને મજબૂત બનાવે છે.
  • માનસિક વિકાસ :– નિયમિત દૂધ પીવાથી બાળકોની એકાગ્રતા અને અભ્યાસ ક્ષમતા સુધરે છે.
  • કુપોષણનો ઘટાડો :– આ સ્કીમ ખાસ કરીને આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ ઘટાડવામાં મદદરૂપ છે.
  • માતા-શિશુ સ્વાસ્થ્યમાં સુધારો :– ગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમિયાન માતાઓને મળતું દૂધ માતા અને બાળક બંને માટે લાભદાયી છે.
  • સામાજિક સમાનતા :– આ સ્કીમ દ્વારા ગરીબ અને આદિજાતિ બાળકોને પણ પોષણનો સમાન હક મળે છે.

FAQs – દૂધ સંજીવની યોજના 2025 ગુજરાત 

પ્રશ્ન 1. દૂધ સંજીવની સ્કીમ કોના માટે છે?

  • જવાબ. આ સ્કીમ 6 માસથી 6 વર્ષના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે છે.

પ્રશ્ન 2. દૂધ કેટલા દિવસ આપવામાં આવે છે?

  • જવાબ. બાળકોને અઠવાડિયામાં 5 દિવસ અને માતાઓને અઠવાડિયામાં 02 દિવસ દૂધ આપવામાં આવે છે.

પ્રશ્ન 3. અત્યાર સુધી લાભ મળ્યો છે કેટલા બાળકોને ?

  • જવાબ. અત્યાર સુધીમાં 9,75,103 શિશુઓને સીધો લાભ મળ્યો છે.

પ્રશ્ન 4. આ સ્કીમ ક્યા જિલ્લાઓમાં અમલમાં છે?

  • જવાબ. હાલમાં આ સ્કીમ 20 જિલ્લાના 141 ઘટકોમાં કાર્યરત છે.

પ્રશ્ન 5. આ સ્કીમ માટે કેટલો બજેટ ફાળવવામાં આવ્યો છે?

  • જવાબ. વર્ષ 2025-26 માટે ગુજરાત સરકારે રૂપિયા. 133.26 કરોડની જોગવાઈ કરી છે.


0 Response to "દૂધ સંજીવની યોજના ગુજરાત 2025– ગુજરાતનાં ભવિષ્યને મળ્યું શક્તિ અમૃત પોષણ"

ટિપ્પણી પોસ્ટ કરો