PM Kisan Scheme : ₹2000ની આગળના હપ્તા માટે e-KYC કરાવવાની સૌથી સરળ રીત, ઘરે બેઠા કરો આ રીતે !

Pradhan Mantri Kisan Scheme : ₹2000ની આગળના હપ્તા માટે e-KYC કરાવવાની સૌથી સરળ રીત, ઘરે બેઠા કરો આ રીતે !

PM Kisan Sanman Nidhi Yojana 2025 e kyc sahay Yojana Guharat

શું તમને PM Kisan સ્કીમનો લાભ મળી રહ્યો છે? જો હા, તો આગામી રૂપિયા 2000ની કિસ્સા મેળવવા માટે e-KYC કરવું અનિવાર્ય છે. જાણો ઘરેથી, ફક્ત થોડી મિનિટોમાં e-KYC કરવાની સૌથી સરળ ઓનલાઈન અને મોબાઈલ એપ પદ્ધતિ, જેથી તમારા પૈસા અટકે નહીં.

નમસ્કાર દોસ્તો, કેન્દ્ર સરકારની PM Kisan સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme 2025) દેશના કરોડો ખેડૂતો માટે એક મોટો આધાર બની ગઈ છે. આ યોજના હેઠળ દર વર્ષે રૂપિયા 6000ની નાણાકીય સહાય સીધી ખેડૂતોના એકાઉન્ટ જમા થાય છે. પણ, હવે આ લાભ સતત મેળવવા માટે એક કામ કરવું ખૂબ જ જરૂરી છે, અને તે છે તમારું e-KYC!

PM Kisan e-KYC કેમ જરૂરી છે?

ઘણા ખેડૂત ભાઈઓ-બહેનો પૂછે છે કે e-KYC શા માટે કરાવવું? જુઓ, સરકાર આ સ્કીમમાં કોઈ ગેરરીતિ ન થાય અને સાચા લાભાર્થીઓને જ પૈસા મળે, તેની ખાતરી કરવા માંગે છે. તમારું e-KYC પૂર્ણ થયા પછી જ તમારો આધાર નંબર તમારા એકાઉન્ટ સાથે સંપૂર્ણ રીતે ચકાસવામાં આવે છે. જો તમે e-KYC નહીં કરાવો, તો તમારી આગામી કિસ્સાના રૂપિયા 2000 અટકી શકે છે. તેથી, વહેલી તકે આ કામ પતાવી દેવું જોઈએ

ઘરેથી PM Kisan e-KYC ઓનલાઈન કેવી રીતે કરવું? જાણો માહિતી 

જો તમારી પાસે કમ્પ્યુટર અથવા સ્માર્ટ મોબાઈલમાં છે, તો તમે જાતે જ ઘરેથી PM Kisan નું e-KYC કરી શકો છો. આ માટે તમારે નીચે આપેલા પગલા ફોલો કરવા પડશે:

  • સૌ પહેલા, PM Kisan સન્માન નિધિ યોજનાની અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર ‘Farmers Corner’ વિભાગમાં ‘e-KYC’ નો ઓપ્શન શોધો અને તેના પર ક્લિક કરો.
  • હવે તમારો આધાર નંબર દાખલ કરો અને ‘Search’ ટેબ પર ક્લિક કરો.
  • ત્યારપછી તમારો આધાર સાથે લિંક કરેલો ફોન નંબર દાખલ કરીને ‘Get Mobile OTP’ પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ પર આવેલો OTP (વન ટાઈમ પાસવર્ડ) દાખલ કરો.
  • છેલ્લે, ‘Submit OTP’ પર ક્લિક કરો. જો બધું બરાબર હશે તો તમને “EKYC is successfully submitted” નો SMS મળી જશે.

નવા PM Kisan મોબાઇલ એપ્લિકેશન દ્વારા e-KYC કરવાની સિમ્પલ રીત

ભારત સરકારે ખેડૂતોની સુવિધા માટે એક અગત્યનું પગલું ભર્યું છે. હવે તમે નવા PM Kisan smart મોબાઈલ એપ દ્વારા પણ e-KYC કરી શકો છો. ખાસ વાત એ છે કે આ એપમાં ‘ફેસ ઓથેન્ટિકેશન’ (Face Authentication) ફીચર આવ્યું છે, જેનો અર્થ છે કે હવે ઓટીપી કે ફિંગરપ્રિન્ટની જરૂર નહીં પડે.

એપ ડાઉનલોડ કરો અને તમારા ચહેરા દ્વારા તમારું e-KYC સરળતાથી પૂર્ણ કરો. આ પ્રોસેસ ખૂબ જ ઝડપી અને સરળ છે. જે ખેડૂતો કિસાન સન્માન નિધિ સ્કીમનો લાભ લે છે, તેમના માટે આ એપ વરદાનરૂપ છે.

0 Response to "PM Kisan Scheme : ₹2000ની આગળના હપ્તા માટે e-KYC કરાવવાની સૌથી સરળ રીત, ઘરે બેઠા કરો આ રીતે !"

ટિપ્પણી પોસ્ટ કરો