પાલક માતા-પિતા યોજના ગુજરાત – દર મહિને રૂ 3,000 સહાય
પાલક માતા-પિતા યોજના ગુજરાત – દર મહિને રૂ 3,000 સહાય
Mata Pita Yojana Online Apply: રાજ્ય સરકારે અનાથ અને અર્ધઅનાથ બાળકો માટે પાલક માતા-પિતા સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમનો ઉદેશ્ય એવા બાળકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેમના માતા-પિતા બંનેનું અવસાન થયું હોય અથવા પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુનઃલગ્ન કર્યો હોય. બાળકોને અભ્યાસ અને સારું જીવન મળે તે માટે આ સ્કીમ ખૂબ જ ઉપયોગી છે.
પાલક માતા પિતા યોજના ફોર્મ pdf Palak mata pita yojana gujarat પાલક માતા પિતા યોજના ઠરાવ મુખ્યમંત્રી બાળ સેવા યોજના નિરાધાર બાળકો યોજના કેદી સહાય યોજના તમામ યોજના ફોર્મ pdf Palak Mata Pita Yojana Online Apply
પાલક માતા-પિતા યોજના 2025 ગુજરાત
- સ્કીમનું નામ- પાલક માતા-પિતા યોજના
- પાત્રતા- ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો – જેમના માતા-પિતા હયાત નથી અથવા તો પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કરેલ હોય.
- લાભાર્થી - આવા બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા/સંબંધી
- સહાયનું ધોરણ - માસિક રૂ. ૩૦૦૦/- DBT (Direct Benefit Transfer) મારફતે પાલકના બેંક અકાઉંટમાં જમા થાય છે
- અમલકર્તા વિભાગ- મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
સહાયની વિગતો
- માસિક બાળક દીઠ રૂ 3,000/- ની સહાય.
- રકમ સીધી પાલકના બેંક અકાઉંટમાં DBT (Direct Benefit Transfer) મારફતે જમા થશે.
રજૂ કરવા માટેના જરૂરી ડોક્યુમેંટ્સ
- બાળકનું જન્મનું સર્ટિફિકેટ / શાળા છોડયાનું સર્ટિફિકેટ (કોઈપણ એક)
- માતા-પિતાના મૃત્યુનું સર્ટિફિકેટ
- જો માતાએ પુનઃલગ્ન કર્યો હોય તો –
- લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ / સોગંદનામું / તલાટી કમ મંત્રીનો દાખલો (કોઈપણ એક)
- આવકનો દાખલો (ગ્રામીણ – રૂ 27,000 સુધી, શહેરી – રૂ 36,000 સુધી)
- બાળક અને પાલક માતા-પિતાનું સંયુક્ત બેંક ખાતું (પ્રમાણિત ઝેરોક્ષ)
- બાળકનો આધાર કાર્ડ
- પાલક પિતા/માતાનો આધાર કાર્ડ
- પાલક માતા-પિતાનો રેશન કાર્ડ (પ્રમાણિત નકલ)
- બાળક હાલ જે ધોરણમાં ભણે છે તેનું શાળાનું સર્ટિફિકેટ
- અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી
- e-SamajKalyan Portal પર જાઓ.
- Palak Mata Pita Scheme પસંદ કરીને માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
FAQs – પાલક માતા-પિતા યોજના ગુજરાત
પ્રશ્ન 1. પાલક માતા-પિતા પહેલનો લાભ કોણ લઈ શકે?
ઉતર. એવા બાળકો કે જેઓ અનાથ છે ઓર પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કર્યો છે.
પ્રશ્ન 2. દર મહિને કેટલી સહાય મળે છે?
ઉતર. દર મહિને રૂપિયા 3,000 DBT (Direct Benefit Transfer)દ્વારા.
પ્રશ્ન 3. દીકરીને લગ્ન સમયે શું મળે છે?
ઉતર. દીકરીને લગ્ન સમયે રૂપિયા 2,00,000 ની સહાય મળશે.
પ્રશ્ન 4. અરજી ક્યાં કરવી પડે?
ઉતર. e-SamajKalyan Portal પર ઓનલાઈન અરજી કરી શકાય.
પ્રશ્ન 5. આ સ્કીમનો અમલ કોણ કરે છે?
ઉતર.. મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય સરકાર.

0 Response to " પાલક માતા-પિતા યોજના ગુજરાત – દર મહિને રૂ 3,000 સહાય"
ટિપ્પણી પોસ્ટ કરો