RTE Admission 2025-26: ધો-1 થી ધોરણ-8 સુધી વિના મૂલ્યે શિક્ષણ, આ રહી અરજી કરવાની વિગતો

RTE Admission 2025-26: ધો-1 થી ધો-8 સુધી વિના મૂલ્યે શિક્ષણ, આ રહી અરજી કરવાની વિગતો 

rte up school list 2025-26 RTE Admission 2025-26 Gujarat last Date RTE form documents RTE latest news gujarat Rte form documents gujarati RTE Gujarat SCHOOL list Rte act 2009 pdf in gujarati rte gujarat 2024-25 documents

RTE Admission 2025-26: રાજ્ય સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા હેઠળ વિનામૂલ્યે ધો-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની સ્કીમ અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-2025નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ સ્કીમ મુજબ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

RTE Gujarat Admission 2025-26 | RTE Gujarat 2025-26 Documents

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ : 2025-26 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધો-૧ માં પ્રવેશની સૂચના 

રાઈટ ટુ એજ્યુકેશન 2025 | RTE Admission 2025-26 Gujarat last Date

આ અંગેની જરૂરી માહિતી જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા,કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની સૂચના અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે.

રાઈટ ટુ એજ્યુકેશન ગુજરાત એડમિશન સૂચનાઓ | RTE Latest News Gujarat

વાલીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તિથિનો દાખલો, રહેઠાણનો પુરાવો. જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો ઇનકમનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને યોગ્ય આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ અરજી ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

કેવી રીતે ભરવું રાઈટ ટુ એજ્યુકેશન ફોર્મ ? 

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com પોર્ટલ પર તા.28-02-2025, શુક્રવારથી તા.12-03-2025, બુધવાર દરમિયાન અરજી ફોર્મ ભરી શકશે.

શૈક્ષણિક વર્ષ 2025-26  રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 મુજબ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ


Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો