Namo Lakshmi Yojana: શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મળશે Rs.50,000/- ની સહાય

શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને મળશે રૂપિયા 50,000 ની સહાય | Namo Lakshmi Scheme Gujarat 2025

Namo lakshmi scheme gujarat 2025 pdf in gujarati Namo lakshmi scheme gujarat 2025 pdf list Namo lakshmi scheme gujarat 2025 pdf last date Namo lakshmi scheme gujarat 2025 pdf apply online

Namo Lakshmi Yojana 2025: શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મળશે Rs.50,000/- ની સહાય

Namo Lakshmi Scheme Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના હિતમાં અનેક સ્કીમો ચલાવવામાં આવે છે. આજે આપણે તેવી જ એક સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ નમો લક્ષ્મી સ્કીમ છે. જે દીકરીઓના શિક્ષણ અને નાણાકીય સશક્તિકરણ માટે બનાવવામાં આવેલી સ્કીમ છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય કન્યાઓ દરરોજ સ્કૂલમાં હાજરી આપવા માટે અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે.

આ યોજના ખાસ કરીને ગરીબી રેખા નીચે (બીપીએલ) રહેતા કુટુંબ માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે. આ યોજના મુજબ ધો 9 થી 12 માં ભણતી કન્યાઓ માટે આર્થિક સહાયના રૂપમાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. આ સ્કીમ વિશે સંપૂર્ણ વિગતો અને અરજી પ્રોસેસ જેવી સંપૂર્ણ વિગતો મેળવવા માટે આ પોસ્ટને અંત સુધી વાંચો.

Namo Lakshmi Yojana Gujarat 2025

  • સ્કીમનું નામ - નમો લક્ષ્મી યોજના 2025
  • સંસ્થાનું નામ - શિક્ષણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ
  • દીકરીઓને મળતી કુલ સહાય - 50,000 રૂપિયા
  • લાભાર્થીની પાત્રતા - ધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
  • અરજી કરવાની રીત - ઓનલાઇન
  • અધિકૃત પોર્ટલ - https://cmogujarat.gov.in

નમો લક્ષ્મી યોજનાનો હેતુ । Namo Lakshmi Yojana Purpose

નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે દીકરીના શિક્ષણને પ્રોત્સાહિત કરવું અને તેમને નાણાકીય રીતે સશક્ત બનાવવું. આ સ્કીમ દ્વારા નાણાકીય રીતે પછાત પરિવારોની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું અને તેમના શૈક્ષણિક સ્તરે પ્રગતિ લાવવી છે.

આ યોજનાનો હેતુ એ છે કે કન્યાઓને અભ્યાસ પૂરું કરવાની તક મળી રહે, તેમજ શાળામાં નિયમિત હાજરી આપતા અને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત થતા તેમના ભવિષ્યને વધુ મજબૂત બનાવવું.

નમો લક્ષ્મી યોજનામાં લાભાર્થીની પાત્રતા । Namo Lakshmi Yojana Eligibility

નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી બનવા માટે નીચે મુજબની યોગ્યતા રાખવી જરૂરી છે:

1. શૈક્ષણિક લાયકાત:

  • દીકરી બાળકીઓએ ધો 9 થી 12 સુધી અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • આવિશ્યક છે કે વિદ્યાર્થીની શાળામાં નિયમિત હાજરી આપે.

2. આર્થિક પાત્રતા:

  • આ સ્કીમ મુખ્યત્વે નાણાકીય રીતે પછાત (બીપીએલ ) કુટુંબની દીકરીઓ માટે છે.
  • આવક પુરાવા (બિનધારીત આવક સર્ટિફિકેટ) જરૂરી છે.

3.હાલની નિવાસી સ્થિતિ:

  • લાભાર્થીએ ગુજરાત રાજ્યમાં નિવાસ કરી રહી હોવી જોઈએ.

4. પરિવાર પરિસ્થિતિ:

  • વિદ્યાર્થીનીના માતાપિતા અથવા તેને ઉછેરનારનું નાણાકીય સ્થિતિ નબળી હોવી જોઈએ.
  • આ યોગ્યતા સાથે જ, દીકરીઓને આ સ્કીમથી લાભ મળવાનું છે, જે તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત અને સશક્ત બનાવે છે.

નમો લક્ષ્મી યોજનામાં મળતી મદદ । Namo Lakshmi Scheme Benefit

આ સ્કીમમાં મળતી કુલ સહાયને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણે 02 ભાગમાં વહેંચવામાં આવેલી છે. જે નીચે મુજબ છે.

ધો -9 અને ધો -10 માં કુલ રૂપિયાની 20,000 ની મદદ આપવમાં આવશે. જેમાં ધો-9 માં રૂપિયા 5,000 અને ધો -10 માં રૂપિયા 5,000 પ્રમાણેની મદદ આપવામાં આવે છે. તેમ કુલ રૂપિયા 10,000ની સહાય આપવામાં આવે છે. બાકીનાં રૂ10,000 રૂપિયા ધો 10 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.

ધો 11 અને ધો 12 માં કુલ રૂ 30,000 ની સહાય આપવામાં આવે છે. જેમાં ધો 11 માં રૂપિયા 7,500 અને ધો 12 માં રૂપિયા 7,500 પ્રમાણેની સહાય આપવામાં આવે છે. એમ કુલ રૂ 15,000 આપવામાં આવે છે. બાકીનાં રૂપિયા 15,000 ધો 12 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.

નમો લક્ષ્મી યોજના જરૂરી દસ્તાવેજો | Namo Lakshmi Yojana Required Documents

નમો લક્ષ્મી યોજના મુજબ અરજી કરવાની પ્રોસેસ માટે નીચેના ડોક્યુમેંટ્સ જરૂરી છે.

  • જન્મ સર્ટિફિકેટ 
  • આધાર કાર્ડ
  • શૈક્ષણિક સર્ટિફિકેટ 
  • આવક સર્ટિફિકેટ 
  • બેંક ખાતું
  • શાળા સર્ટિફિકેટ 

આ દસ્તાવેજો સાથે ઉમેદવાર નમો લક્ષ્મી યોજનામાં સહાય માટે અરજી કરી શકે છે.

નમો લક્ષ્મી યોજના અરજીની પ્રક્રિયા । Namo Lakshmi Yojana Online Apply

આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની થશે. જેના માટે Namo Lakshmi નામનું પોર્ટલ બનાવવામાં આવશે. ઓનલાઈન અરજી કેવી રીતે થશે તેની માહિતી નીચે મુજબ છે.

  • નમો લક્ષ્મી સ્કીમ માં અરજીની પ્રોસેસ શાળા દ્વારા કરવામાં આવશે.
  • આ સ્કીમ માટે શાળાઓ દ્વારા નમો લક્ષ્મી નામનું Portal બનાવવામાં આવશે.
  • આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીનાં વાલીનાં બેંક અકાઉન્ટમાં નાખવામાં આવશે. જો લાભાર્થીનાં વાલી ના હોય તો, સહાયની રકમ લાભાર્થીનાં બેંક અકૌન્ત્મ નાખવામાં આવશે.
  • આ સ્કીમ દ્વારા યોગ્યતા ધરાવતી વિદ્યાર્થીનીઓ ની ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી, યોગ્યતા પ્રમાણે વિદ્યાર્થીનીઓ ની સૂચિ નમો લક્ષ્મી સાઇટ પર મૂકવામાં આવશે.
  • જો વિદ્યાર્થીનિની સરેરાશ હાજરી 80 ટકા થી ઓછી હશે, તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • જો વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દેશે તો, તેની આગળની મદદ મળવાપાત્ર રહેશે નહીં.
  • રિપીટર વિદ્યાર્થીનિઓ ને જે તે ધોરણની મદદ એક કરતાં વધુ વખત આપવામાં આવશે નહીં.
  • જો વિદ્યાર્થીની ને કોઇ અન્ય શિષ્યવૃતિ નો લાભ મળતો હશે, તે પણ આ સ્કીમનો લાભ લઇ શકશે.

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો