તાડપત્રી સહાય યોજના 2025: ₹ 1875 ની સહાય, આ રહી ઓનલાઇન અરજી કરવાની માહિતી
તાડપત્રી સહાય યોજના 2025 - ફોર્મ ભરવા અહિયાં ક્લિક કરો
Tadpatri Sahay Scheme 2025: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સહાયમાં મદદરૂપ થવા માટે તાડપત્રી સહાય સ્કીમ 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજનાની સંપૂર્ણ જાણકારી નીચે મુજબ છે.
તાડપત્રી સહાય યોજના 2025
- સ્કીમનું નામ - તાડપત્રી સહાય યોજના 2025
- લાભાર્થી વર્ગ - ગુજરાત રાજ્યના તમામ ખેડૂત
- સહાય રકમ - તાડપત્રીની ખરીદ કિંમતના 75 ટકા અથવા રૂ1875/- ની સહાય
- ઓનલાઈન અરજી ક્યાં કરવી - IKhedut.gujarat.gov.in પર
- ઓફિસિયલ પોર્ટલ - https://ikhedut.gujarat.gov.in/
- ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો- સતવાર પોર્ટલ પર જાઓ
Tadpatri Sahay Yojana માટે સહાયનું ધોરણ
- એજીઆર-3 અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ ટકા ઓર રૂપિયા. 1875/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- એજીઆર-2 સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ ટકા અથવા રૂપિયા. 1250/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- એજીઆર-4 અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75 ટકા અથવા રૂપિયા. ૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે.અકાઉન્ટ દીઠ વધુમાં વધુ 02 નંગ
ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના સતાવાર વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
તાડપત્રી સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજનું લિસ્ટ
તાડપત્રી સબસિડી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂરિયાત રહેશે.
- ખેડૂતનું આધાર કાર્ડ અને 7-12 અને 8-અની કોપી
- દિવ્યાંગ અરજદાર હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- દૂધ ઉત્પાદક મંડળી કે સહાકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી.
- રેશનકાર્ડની નકલ
- જાતિનું સર્ટિફિકેટ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક પાસબુક
તાપત્રી સહાય યોજના માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા । Tadpatri Sahay Yojana Online Apply
- સૌ પહેલા, સત્તાવાર અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- હવે, “ ખેતીવાડી ની સ્કીમો માટે અહિયાં ક્લિક કરો” ટેબ પર ક્લિક કરો.
- પછી “તાડપત્રી” પર ક્લિક કરો.
- બધી જરૂરી માહિતી વાંચો અને “Apply Now” પર ક્લિક કરો.
- ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો ભરો અને “Save” વિકલ્પ પર ક્લિક કરો.
- બધી માહિતીઑ ચેક કર્યા પછી “Submit” વિકલ્પ પર ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો