I-Khedut portal registration 2024-25 : ખેડૂતો માટે ગુડ ન્યૂઝ આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજના માટે ઓનલાઈન અરજી આઇ ખેડૂત પોર્ટલ ચાલુ થઇ ગઈ છે
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 અરજી કરો આ રીતે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય લાભ આપવા માટે અને ખેડૂતલક્ષી યોજનાઓનો સારો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ 2025 (iKhedut portal gujarat 2025) શરૂ કરવામાં આવેલ છે. i ખેડૂત સાઇટ પર ખેડૂતલક્ષી બધી જ યોજનાઓ અને કઈ રીતે આવેદન કરી શકાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ગુજરાત ખેડૂત પોર્ટલની ઓફિસિયલ પોર્ટલ ikhedut.gujarat.gov.in પર જઈને તમે સ્કીમ માટે આવેદન કરી શકો છો.
હવે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોજના અને સેવાઓનો લાભ આપવા માટે ડિજિટલ પોર્ટલ i-Khedut portal શરૂ કરવામાં આવેલ છે જેના દ્વારા ખેડૂત ઘરે બેસીને પોતાના મોબાઈલ દ્વારા લાભ લઈ શકે છે. ખેડૂતો ફક્ત આઇ ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ ikhedut.gujarat.gov.in પર જઈને પોતાનું નોધણી કરાવવું પડે છે અને તેના પછી તેઓ ખેડૂતને લગતી બધી જ સ્કીમોનો લાભ ઘરે બેઠા લઈ શકે છે. ઓનલાઈન અરજી ikhedut portal
ખેડૂત દોસ્તો, આજે આપણે આ આર્ટિક્લમાં આઇ ખેડુત પોર્ટલ પર નોધણી કઈ રીતે કરી શકાય(ikhedut Portal Online Registration), આઇ ખેડૂત પોર્ટલ પર કઈ કઈ યોજનાઓ છે, આઇ ખેડૂત પોર્ટલ પર 2025 ની નવી કઈ સ્કીમો બહાર પાડવામાં આવી છે, બાગાયતી ની સ્કીમો, પશુપાલન ની યોજનાઓ, ખેતીવાડી ની યોજનાઓ તથા મત્સ્ય પાલન ની સ્કીમોનો લાભ કઈ રીતે લઈ શકાય તેની સંપૂર્ણ જાણકારી આજે આ પોસ્ટમાં અમે તમને આપીશું, માટે અમારી i-khedutportal પોર્ટલની તમારા મોબાઇલમાં સેવ કરીને રાખો અને સમય સમય પર ikhedutportal.in વેબસાઈટની મુલાકાત લેતા રહો.
Ikhedut Portal 2025– Registration, Eligibility, Benefits, Status and Documents @www.ikhedut.gujarat.gov.in | આઈ ખેડૂત પોર્ટલ 2025 શું છે?
- લેખનું નામ - ઓનલાઈન અરજી @ikhedut portal Gujarat
- વિભાગનું નામ - ખેતી અને ખેડૂત ક્લ્યાણ વિભાગ ગાંધીનગર, ગુજરાત
- પોર્ટલનો હેતુ - ખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઇન મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવા આવેલ છે.
- કોણ લાભ લઇ શકે - ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂત ભાઈઓ
- અધિકૃત પોર્ટલ - https://ikhedut.gujarat.gov.in/
- અરજી કરવાનું માધ્યમ - ઓનલાઈન અને ઓફલાઈન
iKhedut Portal Yojana List 2025
- બાગાયતી ની યોજનાઓ,
- ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
- પશુપાલન ની યોજનાઓ,
- ખેતીવાડી ની યોજનાઓ
- મત્સ્ય પાલન ની યોજનાઓ
- સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
- ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
- ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના
- આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
- બટાટા અને લાલ ડુંગળી માટે સહાય
Ikhedut Portal 2025 - Eligibility (આઈ ખેડૂત પોર્ટલ માટે પાત્રતા)
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 નો લાભ લેવો હોય તો તમારે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે .
- તમારી પાસે જમીન હોવી જોઈએ
- તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
- તમે અગાઉ બીજી કોઈપણ સ્કીમનો નો લાભ લીધેલો હોવો ન જોઈએ.
- તમે ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હોવા જોઈએ.
- તમારું બેંકમાં અકાઉન્ટ હોવું જોઈએ
- મારી જમીનના 7/12 ના ઉતારા હોવો જોઈએ.
Ikhedut Portal 2024 Document (આઈ ખેડૂત પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજ)
આઇ ખેડૂત પોર્ટલ ની કોઈપણ સ્કીમનો તમે લાભ લેવા માંગો છો તો નીચે આપેલા ડોક્યુમેંટ્સ તમારી જોડે હોવા જોઈએ.
- આધાર કાર્ડ અને પાનકાર્ડ
- જમીનના 7/12 ના ઉતારા
- જમીનનો સર્વે નંબર
- બેંકની પાસબુક
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી,
- રેશનકાર્ડ નો નંબર
Ikhedut Portal 2024 Benefits (આઇ ખેડૂત પોર્ટલથી થતા લાભ)
આઇ ખેડૂત પોર્ટલ 2025 દ્વારા ખેડૂતોને નીચે મુજબના ફાયદાઓ થશે
- ખેડૂતો ઘરે બેઠા કોઈપણ સ્કીમ નો લાભ લઇ શકશે
- ખેડૂતોની આવકમાં વધારો થશે
- ખેડૂતોને સરકારી કચેરી ના ધક્કા નહિ ખાવા પડે
- આઇ ખેડૂત પોર્ટલથી ખેડૂતો ઘરેબેસીને પોતાની સ્કીમનું સ્ટેટસ ચેક કરી શકશે
ઓનલાઈન અરજી ikhedut portal Gujarat (i khedut portal online application)
- iKhedut Portal 2025 ની કોઈપણ સ્કીમમાં ઓનલાઇન અરજી કરવી હોય તો તમે નીચે આપેલી પ્રોસેસને ફોલો કરીને યોજનામાં અરજી કરી શકો છો.
- ખેડૂતોએ સૌ પહેલા આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ પોર્ટલ ikhedut.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે
- તેના પછી હોમપેજ ખુલશે જેમાં “યોજના” ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- પછી નવા પેજમાં હાલમાં ચાલી રહેલી વિવિધ વિભાગની ikhedut portal yojana list 2025 દેખાશે , તેમાંથી તમે જે પણ વિભાગની સ્કીમનો લાભ લેવા માંગતા હોય તેની પર ક્લિક કરવાનું રહેશે.
અગત્યની લિન્ક
- ખેતીવાડી સહાય ની યોજનાઓ માટે - અહિયાં ક્લિક કરો
- પશુપાલન સહાય ની યોજનાઓ માટે - અહિયાં ક્લિક કરો
- બાગાયતી સહાય ની યોજનાઓ માટે - અહિયાં ક્લિક કરો
- મત્સ્ય પાલન સહાય ની યોજનાઓ માટે - અહિયાં ક્લિક કરો
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો