Skip to content Skip to sidebar Skip to footer

Gobar gas subsidy 2026: પશુપાલકો ને મળશે ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં માટે 37,000 રૂપિયા ની સહાય, જાણો માહિતી

પશુપાલકો ને મળશે ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં માટે 37,000 રૂપિયા ની સહાય, જાણો માહિતી 

Gobar gas subsidy 2026 | ગોબરધન પ્લાન્ટ યોજના 2026 

માસિક ગેસ સિલિન્ડર ભરાવવાનો ખર્ચ હવે માથાનો દુખાવો બની ગયો છે. ખાસ કરીને ગામડાંમાં રહેતા પશુપાલકો માટે રસોઈનો ખર્ચ સતત વધી રહ્યો છે.

જો તમારા ઘરે પશુ છે, તો તમારું ગોબર જ હવે ગેસ બની શકે છે. અહીંથી જ ગોબર્ધન સહાય યોજના એક સચોટ પૈસા વસુલ ઓપ્શન બનીને સામે આવે છે.

ગોબર ગેસ પ્લાન્ટ રકમ માહિતી 

  • કુલ ગોબર ગેસ પ્લાન્ટ ખર્ચ - ₹42,000
  • સરકારની સબસિડી - ₹25,000
  • મનરેગા સહાય - ₹12,000
  • પશુપાલકનો પોતાનો ખર્ચ માત્ર - ₹5,000
  • લાભ ફ્રી - ગેસ + કુદરતી ખાતર

ગોબરધન યોજના ગુજરાત શું છે?

ગોબરધન યોજના કેન્દ્ર સરકાર દ્વારા 1 નવેમ્બર 2018થી શરૂ કરવામાં આવી હતી. આ યોજના મુજબ પશુઓના છાણમાંથી બાયોગેસ બનાવીને ઘરેલુ ઉપયોગમાં લેવાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો,

ગોબર → ગેસ → રસોઈ + બચેલું ખાતર → કૃષિ માટે ઉપયોગ.

આ સ્કીમ ખાસ કરીને ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના પશુપાલકો માટે ખૂબ ઉપયોગી છે.

આ સ્કીમ તમને ખરેખર શું ફાયદો આપે છે?

માસિક LPG સિલિન્ડર ભરાવવાની જરૂર નહીં

  • રસોઈ માટે સતત અને સસ્તો ગેસ
  • બચેલું ગોબર બનશે 100 ટકા કુદરતી ખાતર
  • રાસાયણિક ખાતર પર ખર્ચ ઘટશે
  • કૃષિની ઉપજમાં સુધારો

વલસાડ જિલ્લાના એક પશુપાલક કહે છે:

“પહેલા માસિક રૂપિયા 1,000 ગેસ પાછળ જતા. હવે ઘર ગોબરગેસથી ચાલે છે. સાચી રાહત છે.”

Gobardhan Yojana Gujarat Eligibility

આ યોજના માટે પાત્ર બનવા માટે નીચેની શરતો જરૂરી છે:

  • અરજી કરનાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
  • ઓછામાં ઓછા બે પશુ હોવા જરૂરી
  • ઘરે અથવા વાડામાં પ્લાન્ટ માટે જગ્યા હોવી
  • આધાર કાર્ડ અને પશુ નોંધણી સર્ટિફિકેટ જરૂરી

Gobardhan Scheme Gujarat Apply Online / Offline

હાલમાં અરજી પ્રોસેસ બહુ સરળ રાખવામાં આવી છે.

Step-by-step process Details 

  • નજીકની ગ્રામ પંચાયત અથવા કૃષિ કચેરીમાં કોન્ટેક્ટ કરો
  • ગોબરધન સ્કીમ માટેનું અરજી ફોર્મ લો
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડો
  • અધિકારી દ્વારા સ્થળ તપાસ થશે
  • મંજૂરી બાદ ગોબરગેસ પ્લાન્ટનું કામ શરૂ થશે
  • થોડાક જ અઠવાડિયામાં તમારું ઘર પોતાનો ગેસ ઉત્પન્ન કરતું થઈ જશે.

ટિપ્પણી પોસ્ટ કરો for "Gobar gas subsidy 2026: પશુપાલકો ને મળશે ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં માટે 37,000 રૂપિયા ની સહાય, જાણો માહિતી "