Kunwar Bai Nu Mameru Yojana 2025 | કુંવરબાઈનું મામેરું યોજના મુજબ લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને મળશે સહાય - જાણો સંપૂર્ણ માહિતી

Kunwar Bai Nu Mameru Yojana 2025 | કુંવરબાઈનું મામેરું યોજના

કુંવરબાઈનું મામેરું યોજના મુજબ લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને મળશે સહાય - જાણો સંપૂર્ણ માહિતી 

Kunwar Bai Nu Mameru Yojana 2025 | કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત 2025: રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે . તેવામાં દીકરી ના વિવાહ સમયે નાણાકીય રૂપે દીકરીને સહાય મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં કન્યાને નવા સુધારેલ દર પ્રમાણે 12 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. Kuvarbai nu mameru yojana details in gujarati કુંવરબાઈનું મામેરું યોજના online કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf કુંવરબાઈનું મામેરું યોજના Status કુંવરબાઈનું મામેરું યોજના pdf Kuvarbai Nu Mameru document Kuvarbai Nu Mameru Yojana online form Kuvarbai nu Mameru

તો દોસ્તો આજના પોસ્ટમાં આપણે જાણીશું કુંવરબાઈ મામેરુ નું નિયમોને શરતો છે યોજનાનો ઉદેશ્ય શું છે અરજી કઈ રીતના કરવી શું છે આ યોજના માટેના દસ્તાવેજ વગેરે જાણકારી આજના પોસ્ટમાં મેળવીશું તો આ લેખને ધ્યાનપૂર્વક શાંતિથી પૂરો વાંચવા વિનંતી.

Kunwar Bai Nu Mameru Yojana 2025 | કુંવરબાઈનું મામેરું યોજના

  • યોજના નામ - કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત 
  • ઉદેશ્ય - લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને સહાય
  • સંસ્થા - esamajkalyan
  • સત્તાવાર પોર્ટલ - https://esamajkalyan.gujarat.gov.in/
  • સહાય રકમ - ધારેલા દર મુજબ રૂ.12000/-
  • કન્યાને જુના દર હેઠળ - રૂ.10000/-

Kunwar Bai Nu Mameru Scheme 2025 યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

યોજનાના નિયમો અને શરતો

  • આ સ્કીમનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.600000/- અને શહેરી વિસ્તારમાં રૂપિયા. 600000/- છે
  • કુંટુંબની બે(02) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • દીકરીની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • વિવાહના 02 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ સ્કીમની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન સ્કીમ તેમજ કુંવરબાઇનું મામેરૂ સ્કીમની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ મુજબ લાભ મેળવવા પાત્ર રહેશે.

યોજના નો લાભ લેવા માટે રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • આધાર કાર્ડ
  • કન્યાના પિતાનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ દીકરીનો જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક ઇનકમ સર્ટિફિકેટ 
  • મેરેજ નોંધણી સર્ટિફિકેટ 
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
  • બેંક પાસબૂકની પહેલા પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતાનું નામ હોય તે)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

રીમાર્કસ

યોજનાનો લાભ મેળવવા માટે e-samaj kalyan વેબ સાઇટ પર ઓનલાઇ અરજી કરવાની રહેશે તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજી કરનારે નાયબ નિયામકશ્રી (અ.જા) ને અરજી કરવાની રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી પ્રોસેસ ? (Apply for Kunwar Bai Nu Mameru Yojana)

કુંવરબાઈનું મામેરું સ્કીમ ગુજરાત સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની પોર્ટલ પર જઈ ને કરી શકો છો.

  1. સ્ટેપ્સ - સૌ પહેલા તમે કુંવરબાઈનું મામેરુ સ્કીમ ની અરજી કરવા માટે ઈ સમાજ કલ્યાણ ની પોર્ટલ પર જાવ https://esamajkalyan.gujarat.gov.in/
  2. સ્ટેપ્સ - જો તમે નવા વાપરસકરતા છો તો તમારે સૌ પહેલા નોધણી કરવાની રહેશે તો તમે નવી નોધણી  પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરી લો
  3. સ્ટેપ્સ - ત્યાર પછી તમારા રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આઈડી પાસવર્ડ લોગીન કરી લોગીન કરી લો
  4. સ્ટેપ્સ - ત્યારબાદ તમારે કુવરબાઈનુ મામેરુ યોજના ટેબ પર ક્લિક કરવાનું રહેશે
  5. સ્ટેપ્સ - તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ખુલશે તેમાં તમારે તમારું જાણકારી સાચી ભરવાની રહેશે
  6. સ્ટેપ્સ - ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને સબમિટ કરો
  7. સ્ટેપ્સ - જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  8. સ્ટેપ્સ - અરજીને કન્ફર્મ કરો
  9. સ્ટેપ્સ - અરજીની પ્રિન્ટ લઈ લો

ઇમ્પોર્ટેંટ લિન્ક 

  • કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત ફોર્મ pdf ડાઉનલોડ કરો ;- અહિયાં ક્લિક કરો 
  • કુંવરબાઈનું મામેરું સ્કીમ હેલ્પલાઇન નંબર :- અહિયાં ક્લિક કરો

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો