Sim card check online - તમારા નામ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે? સિમ કાર્ડ ચેક કરવા માટે અહી ક્લિક કરો
SIM card check Online Portal : તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? હાલના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે તમારા / આપણાં નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે અત્યંત મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા / તમારા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે અત્યંત ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે માહિતી મેળવી શકો છો. Sim Card check online portal India TAFCOP portal TAFCOP SIM card check TAFCOP portal Aadhar card Sim Card check online portal free Sim Card check online portal airtel Sanchar Saathi Know your mobile connection TRAI Mobile Number check
તમારા નામ પર કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે? એક વાર ચેક કરો આ રીતે
Sim Card એક સંવેદનશીલ વસ્તુ છે. ઘણા સ્કેમ કરનાર નકલી ડોક્યુમેંટ્સ પર સિમ કાર્ડ મેળવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ અન્ય લોકો તમારા નામે સિમ કાર્ડનો યુઝ કરે છે અને કોઈની સાથે છેતરપિંડી વગેરે કરે છે, તો તમારે જેલ પણ જવું પડી શકે છે. તો તમે કેવી રીતે તપાસી શકો છો કે તમારા નામે કોઈ સિમ કાર્ડ જારી થયું છે કે નહીં.
Sim Card ની જરૂરિયાત કોઈનાથી છુપાયેલી નથી. તેના વિના કોઈપણ સ્માર્ટફોન કે ફીચર ફોન કામ કરતા નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ Sim Cardને લઈને એક નિયમ બદલ્યો છે, જેમાં સિમ સ્વેપ કર્યા પછી તે સિમ સાત દિવસ સુધી બીજી કંપનીમાં પોર્ટ કરી શકાશે નહીં. આ નિયમ 1 જુલાઈથી લાગુ થશે. જો કે, શું તમે જાણો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ બજારમાં અસ્તિત્વ ધરાવે છે?
સ્કેમ કરનાર તમારા નામનું સિમ કાર્ડ લઈને તેનો યુઝ સાયબર સ્કેમ ઓર સાયબર છેતરપિંડી કરવા માટે કરી શકે છે. અથવા તેનો યુઝ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પણ થઈ શકે છે, જે તમારા માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી, આજે અમે તમને એક ખાસ પ્રોસેસ વિશે જણાવશું, જેના પછી તમે સરળતાથી જાણી શકશો કે તમારા નામથી અથવા તમારા આધાર કાર્ડ દ્વારા કેટલા Sim Card જારી કરવામાં આવ્યા છે.
તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અને કોણ ઉપયોગ કરી રહ્યું છે, અત્યારે જ ચેક કરો
- તમારા નામ પર કેટલાં SIM Card ચાલુ છે ચેક કરવા માટે સૌ પહેલા https://tafcop.dgtelecom.gov.in સાઇટ ખોલો.
- ત્યાર પછી હવે ત્યાં આવેલ બોક્ષમાં ફોન નંબર અને OTP થી લોગ-ઈન કરો.
- હવે તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ ફોન નંબરનું તમને યાદી જોવા મળશે.
- હવે ચેક કરી કે આ યાદીમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
- નંબર ને રિપોર્ટ કરવા માટે નંબર પસંદ કરી ‘This is not my number’ પસંદ કરો.
- ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
- હવે ત્યારબાદ નીચે આપેલા Report ટેબ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
- આ રીતે આપણે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ છે.
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો